કોરોના એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છેઃ WHO

જિનિવાઃ જાપાનમાં ઓલિમ્પિક 2021 માટે વિવિધ દેશોના ખેલાડીઓ ટોક્યોમાં આવવા લાગ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર જનરલ ટ્રેડ્રોસ એડનોમ ઘેબ્રેયસિસે કહ્યું હતું કે કોરોના રોગચાળો એક એવી પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્રમાં કહ્યું હતું કે રોગચાળો અત્યાર સુધી નિયંત્રણમાં આવી શકતો હતો, જો રસી મોટા ભાગના લોકોને લાગી ગઈ હતી.

તેમણે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે રસીના ઉત્પાદન અને વિતરણમાં અસમાનતાઓને ઉજાગર કરી છે. તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળાથી 40 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને હજી પણ મોતો થઈ રહી છે. આ વર્ષે પહેલેથી મોતોની સંખ્યા ગયા વર્ષની કુલ સંખ્યાથી બે ગણાથી વધુ છે.

જો અસમાનતાની વાત કરવામાં આવે તો રોગચાળાના 19 મહિનાઓ પછી અને સૌથી પહેલા રસીકરણની મંજૂરી મળ્યા પછી સાત મહિના પછી ઓછી આવક ધરાવતા દેશોમાં માત્ર એક ટકા લોકોને કમસે કમ એક ડોઝ મળ્યો છે, જ્યારે ઊંચી આવકવાળા દેશોમાં અડધાથી વધુ લોકોને એના બે ડોઝ મળ્યા છે.આશરે 75 ટકા રસી માત્ર 10 દિવસમાં લગાવવામાં આવી છે. કેટલાક સૌથી શ્રીમંત દેશો હવે વસતિ માટે ત્રીજા બુસ્ટર શોટ્સ વિશે વાત કરી રહ્યા છે, જ્યારે વિશ્વના બાકી હિસ્સામાં આરોગ્ય કાર્યકર્તા, વૃદ્ધ લોકો અને અન્ય કમજોર ગ્રુપોને કોઈ રસી નહીં નથી લાગી શકી. તેમણે કહ્યું હતું કે એ માત્ર એક નૈતિક આક્રોશ નથી, એ રોગચાળા વિજ્ઞાન છે અને આર્થિક રૂપે આત્મ-પરાજય પણ છે.