ભારત સાથે યુદ્ધ? જિનપિંગનો સેનાને તૈયાર રહેવા આદેશ

બીજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગએ એમના દેશના સશસ્ત્ર દળોને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિમાં પ્રશિક્ષણ મજબૂત બનાવી યુદ્ધ જીતવા માટે પોતાની ક્ષમતાને વધારવાનો આદેશ આપ્યો છે. સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીએ દેશના લશ્કર, જે પીપલ્સ લિબરેશન પાર્ટી તરીકે ઓળખાય છે, તેને અમેરિકાની સેનાની 2027ની સાલ સુધીની ક્ષમતાની બરોબરી કરવાની યોજના ઘડી છે.

જિનપિંગે કહ્યું છે કે સેનાએ યુદ્ધ જીતવાના સ્તરનું પ્રશિક્ષણ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એમણે લદાખમાં ભારતીય સેના સાથે હિંસક અથડામણ બાદ કદાચ બીજી વાર યુદ્ધની સંભાવના માટે તૈયાર રહેવાનો સેનાને આદેશ આપ્યો છે.

67 વર્ષીય જિનપિંગ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)નું સૌથી લાંબો સમય સુધી નેતૃત્ત્વ કરનાર વડા બન્યા છે. તેઓ દેશના 20 લાખ સૈનિકોવાળા સેન્ટ્રલ મિલિટરી કમિશનના વડા પણ છે. આ કમિશન સાથેની બેઠકમાં જ એમણે ચીની લશ્કરને સજ્જ રહેવા જણાવ્યું હતું. છેલ્લા છ મહિનાથી લદાખના પૂર્વ ભાગમાં ભારત-ચીન સરહદ પર તંગદિલી પ્રવર્તે છે. જોકે આ તંગદિલી ઘટાડવા માટે બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટ પણ ચાલુ છે. ભારત સરકારે વધુ 43 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો એનાથી પણ ચીની શાસક ભડક્યા હોય એવું લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]