વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી જીતનારા જો બાઇડને પહેલેથી જ ભારતીય મૂળનાં કમલા હેરિસને ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટે પસંદ કરેલાં છે. હવે જો બાઇડને ટીમમાં 20 ભારતીય મૂળના લોકોને સામેલ કર્યા છે, જેમાંથી ત્રણ ભારતીય પ્રવાસીઓને રિવ્યુ ટીમના લીડર બનાવવામાં આવ્યા છે. તેમની ટીમમાં સામેલ 20 ભારતીય પ્રવાસી અમેરિકામાં સત્તા પરિવર્તનમાં બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે.
બાઇડનની ટીમમાં 20 ભારતીય પ્રવાસીઓ
જો બાઇડનની મહત્ત્વપૂર્ણ ટીમમાં અમાન ત્રિવેદી, અનીશ ચોપડા, અરુણ વેંકટરમણ, કિરણ આહુજા, રાજે, શીતલ શાહ જેવા 20 ભારતીય મૂળના લોકો સામેલ છે. તેમની કાર્યકુશળતાથી અમેરિકામાં જો બાઇડન અને કમલા હેરિસને રાષ્ટ્રપ્રમુખ અને રાષ્ટ્રપ્રમુખપદ પર કામ કરવામાં સરળતા રહેશે.
રાહુલ ગુપ્તાને ઓફિસ ઓફ નેશનલ ડ્રગ કન્ટ્રોલ પોલિસીના લીડર
જો બાઇડનની ટીમમાં સામેલ થનારા રાહુલ ગુપ્તાને ઓફિસ ઓફ નેશનલ ડ્રગ કન્ટ્રોલ પોલિસીના લીડર બનાવવામાં આવ્યા છે. રાજને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, સીમા નંદાને ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની જવાબદારી આપવામાં આવી છે. એ જ રીતે અરુણ વેંકટરમણને વેપાર અને USTR મામલાની બંને ટીમોમાં સામેલ કરવામાં આવ્યા છે. અન્ય મુખ્ય ભારતવંશીઓને બાઇડનની આર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
અમેરિકામાં રહેતા ભારતીયો સામાન્ય રીતે ડેમોક્રેટિક પાર્ટીના મતદાતા માનવામાં આવે છે. અમેરિકામાં 24 ભારતીય મૂળના લોકોએ જો બાઇડન અને કમલા હેરિસને ચૂંટણી પ્રચાર માટે રૂ. 18 કરોડનો ફંડફાળો આપ્યો હતો.