અમેરિકામાં કોરોના-રસીકરણને વેગ આપવા 10-અબજ ડોલરની ફાળવણી

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાઈરસ-વિરોધી રસીનું વિતરણ સમાન ધોરણે થતું રહે, રસી અને રસીકરણ પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધે એ માટે બાઈડન વહીવટીતંત્ર રસીકરણની ગતિને વેગ આપશે અને એ માટે તેણે 10 અબજ ડોલરની ફાળવણી કરી છે.

વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે 10 અબજ ડોલરનું ભંડોળ ‘અમેરિકન રેસ્ક્યૂ પ્લાન’ અંતર્ગત આપવામાં આવશે. આ કોરોનાવાઈરસ સહાયતા પેકેજને અમેરિકન સંસદે આ મહિને જ મંજૂર કર્યું છે. તેનો ઉપયોગ દેશનો આરોગ્ય અને માનવસેવા વિભાગ કરશે. આ નિર્ણય અંતર્ગત દેશમાં કોવિડ-19 રસીકરણ કેન્દ્રો, ટેસ્ટિંગ તથા સારવાર કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે. હાલ દેશભરમાં આવા 1,400 સેન્ટરો છે.