બીજિંગઃ ચીનમાં અનેક મોટી કંપનીઓ હાલ આર્થિક મંદીની ઝપટમાં આવી છે. ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની અલિબાબા પણ આમાંથી બાકાત નથી રહી. આ કંપનીએ જૂન મહિનામાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 10,000 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કર્યાં હોવાનો અહેવાલ છે. અલિબાબા ગ્રુપે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં કુલ 13,616 કર્મચારીઓને છૂટાં કર્યાં હતા. તેના કુલ કર્મચારીઓની સંખ્યા ઘટીને 2,45,700 થઈ છે.
એવા અહેવાલો છે કે કંપનીના સંસ્થાપક જેક મા પર ચીનની સરકારની કડક નજર છે. જેક માએ ચીનની સામ્યવાદી સરકાર વિરુદ્ધ અમુક નિવેદનો કરતાં એમને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.