બદ્રીનાથ હાઇવેનાં પરનો લેન્ડ સ્લાઈડનો ભયાવહ વીડિયો

ઉત્તરાખંડ: બદ્રીનાથ હાઈવે પર થયેલા ભૂસ્ખલનનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે ઊંચા પહાડ પરથી કેટલાક મોટા પથ્થરો તૂટીને નીચે પડી રહ્યા છે. પાતાળ ગંગા સુરંગ પર પથ્થરના ટુકડા પડતા જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા હતા.

રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારના જાન-માલનું નુકસાન થયાના સમાચાર નથી. ભૂસ્ખલન બાદ જોશીમઠ-બદ્રીનાથ નેશનલ હાઈવે નંબર 7 બંધ કરી દેવાયો છે. ​​​​​​ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે હાલ પૂરની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. ઠેર-ઠેર ભૂસ્ખલનને કારણે બે નેશનલ હાઈવે અને 200થી વધુ ગ્રામીણ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.