અમદાવાદ: છેલ્લાં 15 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ મચ્છરજન્ય બીમારીના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં અમદાવાદમાં 688 કેસ, વડોદરમાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેંગ્યુના લીધે અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત નીપજ્યા છે જ્યારે સુરતમાં 1 મહિલાનું મોત થયું છે.સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 174 કેસ, જ્યારે અસારવા સિવિલમાં પાંચ દિવસમાં 61 કેસ નોંધાયા છે. અસારવા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં ઓપીડીમાં 23058 દર્દી નોંધાયા છે જ્યારે 1998 દર્દીને દાખલ કરાયા છે. ડેન્ગ્યુના ગત મહિને 247 કેસ હતા, જેની સરખામણીએ છેલ્લા પાંચ દિવસમાં 61 દર્દી નોંધાયા છે.