IIMAમાં ધમાલ, મસ્તી અને ભક્તિ સાથે નવરાત્રીની ઉજવણી

અમદાવાદ: IIM-A ખાતે 30 સપ્ટેમ્બરના રોજ નવારાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિદ્યાર્થીઓ સામેલ થાય હતા. બધાએ સાથે મળીને ભક્તિ અને આનંદ સાથે નવરાત્રીની ઉજવણી કરી હતી. હાથમાં દાંડિયા, તાળીઓના ગડગડાટ અને વાતાવરણમાં આનંદ-ઉલ્લાસ સાથે લોકો ગરબામાં ઝૂમતા જોવા મળ્યા. બધાએ સાથે મળીને ખરેખર IIM-Aની શૈલીમાં નવરાત્રીની ભાવનાની ઉજવણી કરીને હૃદય ખોલીને ગરબા ગાયા. આ ઉજવણી ટ્રેન્ડિ કપડાં, એનર્જેટિક સંગીત અને ઉષ્મા અને સાંસ્કૃતિક ગૌરવથી ભરપૂર વાતાવરણ દ્વારા જીવંત બની હતી.