પટનાઃ બિહારમાં મહાગઠબંધનની તરફેણમાં ચૂંટણીપ્રચાર કરવા આવેલા તામિલનાડુના CM સ્ટાલિને કહ્યું હતું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી જો નિષ્પક્ષ રીતે યોજાશે તો NDAની હાર થવી નિશ્ચિત છે. મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા NDAની હાર થવાની છે. સ્ટાલિન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સાથે જીપમાં બેઠા અને રોડ-શો પણ કર્યો. બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
આતંકવાદ કરતાં પણ વધુ ખતરનાકદ્રવિડ મુન્નેત્ર કઝઘમ (દ્રમુક)ના નેતા સ્ટાલિને આક્ષેપ કર્યો કે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)માં બિહારની મતદાર યાદીમાંથી 65 લાખ મતદારોનાં નામ દૂર કરવાં એ આતંકવાદ કરતાં પણ વધુ ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે કોગ્રેસના નેતા રાહુલ ગાંધી અને RJDના તેજસ્વી યાદવ લોકશાહીની રક્ષા માટે હાથ મિલાવ્યા છે. બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા રાષ્ટ્રીય લોકતંત્રીય ગઠબંધન (NDA)ની હાર થશે.
ભાજપ પર ચૂંટણી પંચની કઠપૂતળી હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને બેનકાબ કરી દીધું છે, પરંતુ ચૂંટણી પંચે તેમના આક્ષેપનો જવાબ આપ્યો નથી.
મત ચોરીનું મોડલ છે ‘ગુજરાત મોડલ’લોકોને સંબોધતા રાહુલે આક્ષેપ કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું ગુજરાત મોડલ કંઈ આર્થિક મોડલ નથી, પરંતુ મત ચોરીનું મોડલ છે, જેને 2014માં રાષ્ટ્રીય સ્તરે લાવવામાં આવ્યું. તેમણે વોટર અધિકાર યાત્રા દરમિયાન મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતાં દાવો કર્યો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 300થી વધુ બેઠકો એટલે મળી કે મત ચોરી કરવામાં આવી હતી.
