ICC ચેરમેન જય શાહની ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીના CEO સાથે મુલાકાત

ઓસ્ટ્રેલિયા: જય શાહ ICCના નવા અધ્યક્ષ બન્યા પછી સૌપ્રથમ બ્રિસ્બેનમાં 2032 ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીને મળ્યા. 2032 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં થવાનું છે. આ ગેમ્સમાં ક્રિકેટને પણ સામેલ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. ક્રિકેટની રમત વાસ્તવમાં તો 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પરત ફરી રહી છે.

Very exciting time ahead for Cricket’s involvement in the Olympics movement – a meeting with the @Brisbane_2032 organizing committee in Brisbane, Australia today.@ICC | @Olympics | @CricketAus | @BCCI | #brisbane2032 pic.twitter.com/JVyMbkCYrz

BCCIના પૂર્વ સેક્રેટરી અને વર્તમાન ICC અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મિટિંગના કેટલાક અંશો બતાવવામાં આવ્યા છે. દેવજીત સૈકિયા કે જેમને તાજેતરમાં BCCIના વચગાળાના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ પણ બ્રિસ્બેનમાં હાજર છે.પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જય શાહનું ઓસ્ટ્રેલિયા જવું સૂચક માનવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીના મુદ્દામાં BCCIના સમર્થકોમાંનું એક છે. જય શાહને 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સે આમંત્રણ આપ્યું હતું.