અમદાવાદઃ લોકો પોતાના રોજગાર-ધંધામાં ધ્યાન આકર્ષિત કરવા અવનવા પ્રયોગો કરતા રહેતા હોય છે. શહેરના પરિમલ ચાર રસ્તાથી ડોક્ટર હાઉસ તરફ જવાના માર્ગ પરના ફૂટપાથ પર એક બેનર સૌનું ધ્યાન ખેંચે છે. ફૂટપાથ પર ઓટલો અને એ ઓટલાની દીવાલ પર બેનર લગાવ્યું છે.. ‘જખમી જૂતોં કા અસ્પતાલ’.
ત્રીસ વર્ષ કરતાંય વધારે વર્ષથી પાલજી વાઘેલા ડોક્ટર હાઉસ નજીકની આ દીવાલ નજીક ઘાયલ જૂતાનો ઇલાજ કરે છે. એ સાથે તેઓ જૂતા-ચંપલને ચમકાવી પણ આપે છે.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ હરિયાણાના જીંદના પટિયાલા ચોકમાં નરસી રામના અનોખા બોર્ડથી પ્રભાવિત થઈને આનંદ મહિન્દ્રાએ આ જૂતાની હોસ્પિટલ જોઈને જૂતાંની હોસ્પિટલ બનાવી આપી હતી. તેમણે તે જૂતાંની હોસ્પિટલને સ્ટાર્ટઅપનો દરજ્જો આપતાં તેમાં મૂડીરોકાણ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ડોકટર્સનાં દવાખાનાં, હોસ્પિટલો, દવાની દુકાનોથી ભરચક આંબાવાડીનો આ વિસ્તાર છે. આ વિસ્તારમાં જ વ્યવસાય કરતા અને પાલાજી જોડે નિયમિત જૂતાનું કામ કરતાં સજ્જને બેનર બનાવ્યું અને આ જગ્યાનું નામ આપ્યું ‘જૂતોં કા અસ્પતાલ…’ શું પાલજીભાઈને પણ મૂડીરોકાણની ઓફર થશે?
(પ્રજ્ઞેશ વ્યાસ)
