ITના ત્રણ કંપનીમાં દરોડાઃ 100-કરોડના વ્યવહાર પકડાયા

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદની ત્રણેક જાણીતી કંપનીઓ- એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ- ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યારે માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રિબ્યુટરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રિબ્યુટરના ત્યાં આવકવેરા વિભાગના દરોડામાં પાડવામાં આવ્યા હતા. IT વિભાગે આ દરોડામાં સાત કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે, આ સાથે જ દરોડા સ્થળે રૂ. ત્રણ કરોડના ઘરેણાં પણ સીઝ કરવામાં આવ્યા છે. વળી, આ દરોડામાં રૂ. 100 કરોડના બેનામી વ્યવહાર પણ ઝડપાયા છે. IT વિભાગે ગયા મંગળવારે 14 અલગ-અલગ જગ્યા પર દરોડા પાડ્યા હતા.

આ સાથે શહેરની એસ્ટ્રલ પાઇપ્સની સિંધુ ભવન ઓફિસ પર પણ દરોડા પાડવામાં છે. કંપનીમાં  પોલીસ સ્ટાફ પણ તહેનાત કરાયો છે. ઇન્કમ ટેક્સના 150થી વધુ અધિકારીઓ  આ દરોડામાં જોડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ કંપનીનાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં આવેલાં વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે. એસ્ટ્રલ પાઇપ્સનાં 40 સ્થળોએ આ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળોનો સમાવેશ થાય છે.

એસ્ટ્રલ પાઈપ્સના ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમ ટેક્સની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત બંને કંપનીના અન્ય ડિરેક્ટરોને ત્યાં પણ તપાસ ચાલુ છે.