અમદાવાદના હોમગાર્ડ્ઝ ભવનમાં શસ્ત્ર-પૂજન કરાયું

અમદાવાદઃ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ્ઝ ભવન ખાતે આજે વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર-પૂજન કરવામાં આવ્યું હતું. દશેરા નિમિત્તે કરવામાં આવેલા શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના જવાનોએ કેમ્પસમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કોરોના વાઈરસ મહામારીને કારણે સંક્રમણ ન ફેલાય એની પૂરતી તકેદારી રાખી હોમગાર્ડ્ઝના વિશાળ સંકુલમાં બોર્ડર વિંગ તેમજ અન્ય જવાનો શસ્ત્ર-પૂજનમાં જોડાયા હતા. શહેરના લાલ દરવાજા ખાતેના હોમગાર્ડ્ઝ સંકુલમાં શસ્ત્ર-પૂજનમાં પિસ્તોલ, કાર્બાઇન, રાઈફલ જેવા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના સિનિયર સ્ટાફ ઓફિસર આર.કે. ભોઈ,  કે.આર. અવસ્થી તેમજ અને જવાનોએ ભાગ લીધો હતો. – પ્રજ્ઞેશ વ્યાસ