મુંબઈમાં જિમ્નેશિયમ્સ ફરી શરૂ…

મહારાષ્ટ્ર સરકાર તરફથી પરવાનગી મળતાં મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં છેક સાત મહિના પછી, 25 ઓક્ટોબર, રવિવારથી જિમ્નેશિયમ, વ્યાયામશાળાઓ તથા ફિટનેસ સેન્ટરોને ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જોકે જિમ માલિકો તથા ગ્રાહકો કોરોના નિયંત્રણ માર્ગરેખાઓનું કડક રીતે પાલન કરે એ શરતે જ કસરત-શારીરિક સુસજ્જતા માટેના આ સ્થાનોને ફરી ખુલ્લા મૂકવાની પરવાનગી આપવામાં આવી છે. આ તસવીરો મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદરસ્થિત આઈકન ફિટનેસ સેન્ટરની છે જ્યાં કર્મચારીને કસરતના સાધનોને સેનિટાઈઝ કરતો અને ફિટનેસ શોખીનોને કસરતની મજા માણતા જોઈ શકાય છે. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]