અમદાવાદ: નવરાત્રિ ઉત્સવને માણવા, ગરબે ઘૂમવા રાસરસિયાઓએ શહેરમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોરોનાવાઈરસ મહામારીને કારણે રાસ-ગરબાના મોટાપાયે થતાં આયોજનો આ વર્ષે પણ શક્ય નથી. કેટલાક મોટાં પાર્ટી પ્લોટ અને ક્લબોએ જાહેરાત કરી દીધી છે કે આ વખતે પણ નવરાત્રીના આયોજનો મોકૂફ રાખ્યા છે. પરંતુ ગામ, સોસાયટીઓનાં શેરી ગરબાને સરકારી કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ, વેક્સિનેશન સાથે છુટછાટ આપવામાં આવી છે.
છેલ્લા ઘણાં વર્ષોથી દેશ-વિદેશમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ‘પનઘટ પરફોર્મિંગ આર્ટ’ સાથે જોડાયેલાં લોકોએ રાસ-ગરબા, નવરાત્રિ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
‘પનઘટ’ના ચેતન દવે ચિત્રલેખા.કોમને કહે છે કે અમારા પરફોર્મન્સ ગ્રુપ સાથે સંકળાયેલા તમામ લોકોએ કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા છે. આ સાથે નવરાત્રિ ઉત્સવ માટે ઉત્સુક લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરતાં સ્ટીકર્સ પણ અમે તૈયાર કર્યા છે.