અમદાવાદઃ વચન, વિશ્વાસ, વેપાર અને વ્યવહારને બિરદાવવા એક અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચે (VSSM) પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલમાં 30 એપ્રિલે સાંજે ચારથી છ કલાક દરમ્યાન એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમ એ લોકોને સન્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમને સ્વાવલંબન યોજના હેઠળની વિવિધ શ્રેણીમાં લોકો વિશ્વાસને યથાર્થ ઠેરવતાં અસાધારણ દેખાવ કર્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચ નાના અને ગરીબ લોકોને વ્યાજમુક્ત ધિરાણ (લોન સ્વરૂપે) પૂરું પાડે છે.
વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) NGO તરીકે વર્ષ 2010થી કાર્યરત છે અને સંસ્થા હ્યુમન રાઇટ્સ, હાઉસિંગ, શિક્ષણ, આજીવિકા, પાણીના આયોજનમાં ભાગીદારી, ટ્રી પ્લાન્ટેશન, માવજત-વયસ્કોને સહાય અને મેડિકલ ટેકો આપવો વગેરે જેવી વિવિધ કામગીરી સાથે એનો વ્યાપ વિસ્તારી રહી છે.
VSSMએ અત્યાર સુધી 4800 લોકોને વ્યાજમુક્ત લોન આપી છે, આ લોકો એકદમ સાધારણ લોકો છે, જેઓ બેન્કમાંથી લોન માટે જરૂરિયાતનાં કાગળિયાં જમાવી કરાવી શકે એમ નથી. આ સંસ્થાએ 30 એપ્રિલ કાર્યક્રમ આયોજિત કરીને એ લોકોનું સન્માન કર્યું હતું, જેમણે વ્યાજમુક્ત લોનોમાં સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. તેમને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં ચાર શ્રેણી આ મુજબ હતી…
1 સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન
2 મુશ્કેલીઓ છતાં જે લોકો લોનની ચુકવણી કરી હતી
3 જે નેતાઓએ સમુદાયને એક હપતો ના ચૂકવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
4 ટીમના સૌથી શ્રેષ્ઠ સભ્ય
આ સમારોહમાં કુટિર ઉદ્યોગપ્રધાન જગદીષ પંચાલ, સામાજિક ન્યાયપ્રધાન પ્રદીપ પરમાર, આરતી ગ્રુપના ચેરમેન પ્રફુલ શ્રોફ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.