અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્પોર્ટ્સ (રમતગમત)ના ટેલેન્ટને વિકસિત કરવા અને પ્રોત્સાહન આપવા અદાણી સ્પેર્ટસલાઇન ટીમ જુલાઈમાં લિટલ જાયન્ટ્સ ઇન્ટર સ્કૂલ ચેમ્પિયનશિપ 2023 યોજવા તૈયાર છે. આ ચેમ્પિયનશિપમાં કંપની કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ અને ફૂટબોલની રમતોની ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ આવતી કાલે સુરતમાં યોજાશે અને આ ચેમ્પિયનશિપની ફાઇનલ અમદાવાદમાં યોજવામાં આવશે.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક પ્રતિભાશાળી યુવા એથ્લીટોની ઓળખ કરવાનો છે. આ હરીફાઈ થકી જે પ્રતિભાશાળી યુવાઓ હશે, તેમના માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપની આ પહેલાંની સ્પર્ધામાં આશરે કબડ્ડી અને ખો-ખો જેવી હરીફાઈમાં રાજ્યમાંથી 12થી 17 વર્ષના 3000થી વધુ યુવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં આંતર- શહેર ફાઇનલ સુરતની પીપી સવાની કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં (15-16 જુલાઈએ), રાજકોટમાં (22-23 જુલાઈએ) વડોદરામાં (29-30 જુલાઈએ) અને અમદાવાદમાં (4-5 ઓગસ્ટે યોજવામાં આવશે. આ હરીફાઈની ફાઇનલ 6-7 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે. પ્રત્યેક શહેરની બે ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરશે, જે અમદાવાદમાં યોજવામાં આવશે.
લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ખો-ખો ચેમ્પિયનશિપ 2023 અને આંતર શહેર ફાઇનલ સુરતમાં 15 જુલાઈએ યોજવામાં આવશે અને રાજકોટમાં ( 22 જુલાઈએ) વડોદરામાં (29 જુલાઈએ) અને અમદાવાદમાં (ચોથી ઓગસ્ટે) યોજવામાં આવશે.આ સિવાય આ હરીફાઈની ક્રિકેટની અને ફૂટબોલની આંતર શહેર ફાઇનલ અમદાવાદમાં (25-29 જુલાઈ)એ યોજવામાં આવશે અને ફાઇનલ પણ 30 જુલાઈએ યોજવામાં આવશે. આ ચેમ્પિયનશિપમાં આ વખતે સૌપ્રથમ વાર ક્રિકેટ અને ફૂટબોલની રમતોને ઉમેરવામાં આવી છે.
અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ 2023 એ શાનદાર પહેલ છે અને યુવા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં રસ લેતા થાય એ માટે પ્રોત્સાહિત કરવાનો એક પ્રકાર છે. મેં NYP ટ્રાયલમાં સારી યુવા પ્રતિભાઓ જોઈ અને મને આશા છે કે આ ટુર્નામેન્ટમાંથી કોઈક NYP કાર્યક્રમનો હિસ્સો બનશે, એમ અદાણી ગુજરાત જાયન્ટ્સના પ્રો કબડ્ડી લીગના મુખ્ય કોચ રામ મેહર સિંહે જણાવ્યું હતું.
આ ટુર્નામેન્ટ યુવા વિદ્યાર્થીઓને તેમનું કૌશલ બતાવવા માટે સારું પ્લેટફોર્મ પૂરું પાડશે, કેમ કે આ એક રાજ્યવ્યાપી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટ યુવાઓ ખાસ કરીને મહિલા ક્રિકેટર્સ માટે નવી તકો ઊભી કરશે. મને વિશ્વાસ છે કે આ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓમાં સારી હરીફાઈ જોવા મળશે, ખાસ કરીને મહિલા ક્રિકેટમાંથી સારી પ્રતિભાઓ બહાર આવશે, એમ અદાણી ગુજરાત જાયન્ટ્સની મહિલા પ્રીમિયલ લીગનાં માર્ગદર્શક અને સલાહકાર મિતાલીરાજે જણાવ્યું હતું. કપની આ ટુર્નામેન્ટમાં મૂડીરોકાણ કરીને ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા માગે છે અને આ હરીફાઈ થકી સ્થાનિક સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા ધારે છે, જેથી અમારો લિટલ જાયન્ટ્સ સ્કૂલના કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને સારી તક આપવા પ્રત્યે અમે પ્રતિબદ્ધ છીએ, એમ કંપનીના વડા સત્યમ ત્રિવેદીએ કહ્યું હતું.