રાજ્યમાં બેરોજગારી ઓછી થઈ હોવાનો ગુજરાત સરકારનો દાવો

ગાંધીનગરઃ દેશભરમાં બેરોજગારોના આંકડા ચિંતાજનક છે અને ચિંતાજનક રીતે તેમાં વધારો થઈ રહ્યો છે. બેરોજગારીના કારણે યુવાનો રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. તો ગુજરાત સરકારે રાજ્યમાં બેરોજગારી ઓછી થઈ હોવાનો દાવો કર્યો છે. ગુજરાત સરકારે દાવો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં 1.20 લાખથી વધારે યુવાનોને સરકારે રોજગારી આપી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જાહેરાત કરતા કહ્યું છે કે એક ડિસેમ્બર 9713 લોકરક્ષક જવાનોની પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને એપોઈનમેન્ટ લેટર આપવામાં આવશે.

રાજ્યના ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દેશના યુવાનોને કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહ્યું છે. રાજ્ય સરકાર યુવાનોને રોજગારી આપવામાં સૌથી આગળ છે. એટલા માટે કોંગ્રેસને પેટમાં દુખી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા બોર્ડ, ગુજરાત પંચાયત બોર્ડ સહિત 26 સરકારી વિભાગો માટે પરિક્ષાનું આયોજન કરીને 1,20,013 લોકોની ભરતી કરી છે. જેમાં 2014 માં 20,239, 2015 માં 24,420, 2016 માં 10604, 2017 માં 47,886, 2018 માં 15,329 અને આ વર્ષે 1535 ઉમેદવારોની ભરતી કરી છે.

વિભાગ                        ભરતી કરાયેલા લોકોની સંખ્યા

  • શિક્ષણ વિભાગ                            25295
  • સ્વાસ્થ્ય વિભાગ                          6778
  • ગૃહ વિભાગ                               29860
  • મહેસૂલ વિભાગ                           5742
  • પંચાયત વિભાગ                         25758
  • શહેરી વિકાસ વિભાગ                    1855
  • નાણાં વિભાગ                             2497
  • બંદર અને પરિવહન                     10395
  • શ્રમ અને રોજગાર                        3518
  • સામાન્ય વહિવટ વિભાગ                1735
  • કૃષિ વિભાગ                               1640
  • નર્મદા જળ સંપત્તિ વિભાગ              2119
  • અન્ય વિભાગ                             2820
  • કુલ                                        120013