વલસાડઃ વલસાડ અને દક્ષિણ ગુજરાતની આસપાસનાં વિસ્તારના માછીમારોએ રવિવારે વિરોધી પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમણે સોરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો સામે માછલી પકડવાના વિસ્તારોમાં અતિક્રમણ કરવા, સમજૂતીનું ઉલ્લંઘન કરવા અને આક્રમક વ્યવહાર કરવાના આરોપ લગાવ્યા હતા. તેમનો આરોપ હતો કે તેમના આ અતિક્રમણ અને આક્રમક ધમકીભર્યા વલણથી અને સ્થાનિક માછલી પકડવાની આજીવિકા પર જોખમ ઝળૂંબી રહ્યું છે અને એને પ્રતિકૂળ અસર થઈ છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇમરગામ, નારગોલ અને અન્ય દક્ષિણ ગુજરાતના માછલી પકડવવળા વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકા પર બહારના વિસ્તારમાંથી માછીમારોના પ્રભુત્વે કારણે ખતરામાં પડી ગઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળ પર ઊતર્યા હતા અને .જિલ્લાના માછીમારોએ આજે વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી હતી તેમણે નારગોલમાં માછીમારોની એક વિશાળ સભા મળી હતી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
જાફરાબાદના માછીમારો અને વલસાડ જિલ્લાના નારગોલ ઉમરગામ અને ખતલવાડ સહિત સમગ્ર જિલ્લાના માછીમારો વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઉમરગામના માસીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદેસર રીતે પોતાનો વિસ્તાર છોડી અને હદને લઈ થયેલી તમામ સમજૂતીઓનો ભંગ કરી અને વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે.
સરકારી નીતિ નિયમો અને માછીમાર સંગઠનો વચ્ચે થયેલી અગાઉની સમજૂતીઓને ભંગ કરી અને દાદાગીરીથી તેઓ વલસાડ જિલ્લાની દરિયાઈ હદમાં આવીને માછીમારી કરતા હોવાથી અહીંના માંથી મારોને મોટું નુકસાન થતા અનેક માછીમાર પરિવારોની રોજી રોટી પણ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.