અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજથી વાસણા તરફ જતા રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રામ પર સી પ્લેન ઉતારવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વખતે તેઓ કેવડિયાથી અમદાવાદ સી પ્લેનની સફર કરવાના છે. કેવડિયાથી અમદાવાદ વડા પ્રધાન મોદી પ્રવાસ કરે એ પહેલાં સોમવારની બપોરે સી પ્લેનની ટ્રાયલ ઉડાન ભરવામાં આવી હતી.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પરથી જ સી પ્લેનની સવારી શરૂ થશે અને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાય એ સેવા શરૂ કરવામાં આવશે. શહેરના રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનથી ઉડાન ભરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સી પ્લેન અમદાવાદ આવે એ પૂર્વે રિવરફ્રન્ટની સાફસફાઈ, રંગરોગાન, સમારકામ અને ગુજરાત સરકારે તૈયાર કરેલા વોટર એરોડ્રામની ઓફિસને સુંદર, સ્વચ્છ, સુરક્ષિત બનાવવાની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે, કારણ કે સી પ્લેનની આજુબાજુના વિસ્તારોમાં ઘણી કામગીરી બાકી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
