અમદાવાદઃ સંશોધન લેખ રજૂઆત સ્પર્ધા યોજાઇ

અમદાવાદઃ દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના કોમર્સ વિભાગે ધોરણ-11ના વિદ્યાર્થીઓ માટે સ્પાર્ક નામે સંશોધન લેખ રજૂઆત સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સમારંભનુ આયોજન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત ડીપીએસ બોપલના પ્રિન્સિપાલ સુરેન્દર સચદેવાના પ્રેરણાદાયી પ્રવચનથી થઈ હતી. તેમણે અર્થતંત્રમાં વિકાસનો માર્ગ મોકળો કરવા માટે માઇક્રો ફાઇનાન્સમાં સંશોધનનુ મહત્ત્વ અંગે વાત કરી હતી. આ સમારંભમાં પસંદગીના વિષયો ઉપર વ્યાપક અભ્યાસ મારફતે સંશોધન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અંતિમ સ્પર્ધામાં વિષયના સમર્થનમાં પુરાવા તથા આંકડાકીય માહિતી સાથે વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી.

વિદ્યાર્થીઓએ તેમની રજૂઆત પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન મારફતે કરી હતી. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆતનું વિશ્લેષણ કરીને તેનુ મૂલ્યાંકન કર્યુ હતું. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને તેમના સંશોધન સંબંધી સવાલો પણ પૂછ્યા હતા.

તીર્થ ઠક્કર આ સ્પર્ધાનો વિજેતા

તીર્થ ઠક્કરને આ સ્પર્ધાનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. સુક્રીત શ્રીવાસ્તવ પ્રથમ રનર અપ જાહેર થયા હતા તથા કરણ રવાણીને દ્વિતીય રનર અપ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના અહેવાલોમાં તેમણે પસંદ કરેલા વિષય અંગે આંકડા અને વિગતો સહિત વિસ્તૃત સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું.

સાલ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટના ડિરેકટર ડો. વિરલ ભટ્ટ અને લિન્ડે ઇન્ડિયા લિમિટેડના રિજિયોનલ સેલ્સ મેનેજર આનંદ ગાંધી આ સમારંભના નિર્ણાયક હતા.