કંપનીઓ માટે લાલ જાજમ, પણ સ્થાનિકોને નોકરી નહીં

અમદાવાદઃ સ્થાનિક લોકોને રોજગારીમાં પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા માટે સરકાર કંપનીઓ માટે લાલ જાજમ બિછાવે છે. એકલા અમદાવાદ જિલ્લામાં 19થી વધુ કંપનીઓની હાજરી છે, પણ આ કંપનીઓ સ્થાનિક લોકોને નોકરીઓ આપવામાં નિષ્ફળ રહી છે, એમ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ડેટા પરથી જાણવા મળ્યું છે.

આ કંપનીઓમાં ઓટો જાયન્ટ તાતા, મોટર્સ, સુઝુકી મોટર્સ, ફોર્ડ ઇન્ડિયા, હોન્ડા મોટરસાઇકલ સહિત અન્ય કંપનીઓની હાજરી છે. સરકારે આ કંપનીઓને સસ્તા દરે જમીન ઉપલબ્ધ કરાવી છે અને આ કંપનીઓને એ શરતે કરલાભો આપ્યા છે, છતાં આ કંપનીઓ સ્થાનિક લોકોને નોકરીઓમાં નિષ્ફળ રહી છે.

આ સાથે કંપનીઓ જેવી કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેઇલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્વોયર સ્ટડીઝ (ONGC), સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, CCI, કોલગેટ પામોલિવ, છાજેડ ફૂડ્સ અને લા-ગજ્જર મશીનરી સહિત અન્ય કંપનીઓ સ્થાનિક લોકોને નોકરીઓ આપવામાં નિષ્ફળ રહી છે. આ કંપનીઓ સામે શી કાર્યવાહી કરવામાં આવીના જવાબમાં રાજ્યના શ્રમપ્રધાન બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે સરકારે આ કંપનીઓને સ્થાનિક નોકરીઓની કંપનીઓમાં જળવી રાખવા માટે નિર્દેશ આપ્યા હતા અને એમને જોબ ફેરનું આયોજન કરવામાં કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કંપનીઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહોતી કરવામાં આવી.

રાજ્યમાં 3.46 લાખ લોકો શિક્ષિત બેરોજગાર છે અને 17,816 આંશિક રીતે શિક્ષિત લોકો બેરોજગાર છે, એમાંથી માત્ર 1278ને જ છેલ્લા બે વર્ષોમાં સરકારમાં નોકરી મળી હતી, એમ રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી માહિતીથી માલૂમ પડ્યું છે.