ગણપત યુનિવર્સિટી દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીની એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્મસી કોલેજ દ્વારા હાલમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) અને ગુજકોસ્ટ દ્વારા પ્રોત્સાહિત આ બે દિવસીય વર્કશોપનો વિષય હતો- હેન્ડ્સ ઓન ટ્રેનિંગ ઓન એનાલિટિકલ ટેક્નિક્સઃ સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ કોમેટોગ્રાફી.  આ બે દિવસીય ઓફલાઇન વર્કશોપમાં રાજ્યની 15 જેટલી ફાર્મસી અને સાયન્સ કોલેજના 105 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને અભ્યાસુ સંશોધકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપના ઉદઘાટન સમારંભમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. જે. જે. વોરા, પિલવાઈની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. સંજય શાહ અને ગણપત યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના એક્ઝિ. ડીન તેમ જ ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ પ્રો. ડો. એસ. એસ. પંચોલી ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો લાભ આપ્યો હતો.

આ વર્કશોપનું સફળ સંચાલન પ્રો. સતીશ એ. પટેલે કર્યું હતું અને આભાર વિધિ ફાર્મસી ફેકલ્ટીના ડીન પ્રો. પરેશ પટેલે કરી હતી.