વતનમાં વડા પ્રધાનનો ભવ્ય રોડ-શોઃ ચૂંટણીપ્રચારના શ્રીગણેશ

અમદાવાદઃ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત પછી વડા પ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11-12 માર્ચ એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેથી વડા પ્રધાને ભવ્ય રોડ-શો યોજીને ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યાં હતાં. અહીં એરપોર્ટથી તેમનો મેગા શો શરૂ થયો હતો. 10 કિલોમીટર લાંબા રોડ-શોમાં તેમણે લાખો કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. એરપોર્ટથી ભાજપના કાર્યાલય કમલમ સુધી યોજવામાં આવ્યો હતો. આ રોડ-શોમાં યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. આ રોડ-શોમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો.  આ રોડ-શોમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ પણ જોડાયા હતા.

વડા પ્રધાનના રોડ-શોમાં ચાર લાખ લોકો ઊમટી પડ્યા હતા. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પ્રદીપ પરમાર એરપોર્ટ સર્કલ પહોંચ્યા હતા. તેમણે સમગ્ર બંદોબસ્ત અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે  આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે.

એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી અને ભરત નાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

ભૂતપૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ રોડ શોની જવાબદારી સંભાળી રહ્યા છે.  કમલમમાં વડા પ્રધાનની રાજ્યના નેતાઓ સાથે બેઠક યોજાવાની છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા પણ પ્રદેશ બેઠક માટે પહોંચી ગયા છે. પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પહોંચ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી  GMDC ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલન અને 12 માર્ચે  નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભના હાજરી આપવાના છે.