વડોદરા સાવલીમાં લાગ્યો પેલેસ્ટાઈનનો ઝંડો..

ગતરોજ એટલે કે 14 જુલાઈ પેલેસ્ટાઈનનો ઝંડો વડોદરાના સાવલીમાં દેખાતા ચકચાર મચી ગયો હતો. પેલેસ્ટાઈનનો ઝંડો ફરકાવતાની સાથે જ સાવલી સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ અને યુદ્ધ ચાલી રહ્યું છે. એ જ કારણો થી અવાર નવાર બંને દેશો દ્વારા એક બીજા પર જીવલેણ હુમલા પણ કરવામાં આવતા હોય છે. વડોદરા જિલ્લાના સાવસલી ગામના લાહોરી વગામાં પેલેસ્ટાઈનનો ઝંડો લગવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઝંડો લગાવવાની વાત પોલીસ સુધી પહોંચતાની સાથે પોલીસ કાયદો વ્યવસ્થા સાચવવા માટે દોડતી થઈ હતી. આ ઘટનાની પોલીસે તાત્કાલીકના ઘોરણે નામજોગ ફરિયાદ નોંધી હતી, આ ઉપરાંત ઝંડો પણ અટાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર બનાવની વડોદરાના સાવલી પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદ નોંધ્ય બાદ આવું કૃત્ય કરનારાઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ મામલાની તપાસ PSI ડી. જે. લીંબોલા કરી રહ્યા છે. સમગ્ર ઘટનામાં જવાબદારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

હાલમાં દેશભરમાં મોહર્રમ પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં સાવલીના લાહોરી વગામાં મોહર્રમ તહેવાર નિમિત્તે ઝંડા તથા ઇસ્લામિક બોર્ડ લગાડવામાં આવ્યા છે અને તેમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સામે આવતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર ઘાટના અંગે સાવલી પોલીસના આ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ દ્વારા સાવલી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.