કૃણાલ પપ્પા બન્યો; પત્ની પંખૂડીએ પુત્રને જન્મ-આપ્યો

વડોદરાઃ ભારતીય ટીમના બોલિંગ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પપ્પા બની ગયો છે. એની પત્ની પંખૂડીએ પુત્રને જન્મ આપ્યો છે. પુત્રનું નામ કવીર પાડ્યું છે. કૃણાલે પત્ની અને પુત્ર સાથેની તસવીર ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

ડાબોડી સ્પિનર કૃણાલ અને મોડેલ પંખૂડી શર્માએ 2017માં લગ્ન કર્યાં હતાં. કૃણાલ આઈપીએલની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ખેલાડી છે. કૃણાલ હાલ ભારતીય ટીમની બહાર છે. એ અત્યાર સુધીમાં 19 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ અને પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. એ ઈંગ્લેન્ડમાં આવતા મહિને વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબની ટીમ વતી રોયલ લંડન કપ સ્પર્ધામાં રમવાનો છે. કૃણાલનો નાનો ભાઈ હાર્દિક પંડ્યા પણ ભારતીય ટીમનો સભ્ય છે. એને અને તેની પત્ની નતાશાને પણ એક પુત્ર છે, જેનું નામ અગસ્ત્ય છે.