કેજરીવાલ, માન અને ગહેલોત ઉત્તર ગુજરાતમાં ચૂંટણી સભા ગજવશે

અમદાવાદઃ આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અન પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન રવિવારથી રાજ્યની બે દિવસની મુલાકાતે છે. તેઓ રાજ્યના બનાસકાંઠાના ડીસામાં અને મહેસાણાના ઊંઝામાં જનસભાઓ સંબોધશે, એમ આમ આદમી પાર્ટીના એક નેતાએ માહિતી આપી હતી. જ્યારે ગહેલોત પાટણમાં ચૂંટણી સભા ગજવશે.

રવિવારે ભાવનગરમાં એ સભાને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગુજરાત ડબલ એન્જિનવાળી સરકાર નહી, બલકે નવા એન્જિનની સરકાર ઇચ્છે છે.

તેમણે કહ્યું હતું કે જો ‘આપ’ ગુજરાતમાં સત્તામાં આવશે તો એ રાજ્યમાં 27 વર્ષોમાં ભાજપ સરકારની સામે આંદોલન કરી રહેલા વિવિધ સમાજો, જૂથો અને સરકારી કર્મચારીઓના લોકોની સામે બધા ખોટા કેસોને પ્રાથમિકતાને આધારે પરત લેશે. કેજરીવાલ હાલમાં દિવસોમાં અનેક વાર રાજ્યની મુલાકાતે આવી ચૂક્યા છે. અને પાર્ટીમાં સત્તામાં આવ્યા પછી રાજ્યના લોકોના કલ્યાણ માટે કેટલાંય ચૂંટણી વચનો આપી ચૂક્યાં છે.

જોકે ડીસામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા પહેલાં પોસ્ટર ફાડીને સળગાવી દેતાં AAPના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મોડી રાત્રે પોસ્ટરો સળગાવતાં આપના કાર્યકર્તાઓએ ઘટનાસ્થળે પહોંચી ધરણાં પર બેસી આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે ‘આપ’ના ઉમેદવાર રમેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે ભાજપ જો આવી હરકત કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ખાતરી આપું છું. આમ આદમીના કાર્યકર્તા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો.

બીજી બાજુ સત્તાવાર સૂત્રો અનુસાર ગહેલોત જયપુરથી ગુજરાત અમદાવાદ આવશે., તેઓ પાટણના રાધનપુરમાં જનસભા સંબોધશે. ગહેલોત અમદાવાદમાં સંવાદદાતા સંમેલન કરશે. ત્યાર બાદ તેઓ બનાસકાંઠામાં જનસભા અને રોડ-શો કરશે. ગહેલોત સાંજે ઉદયપુર થતાં દિલ્હી જશે.