કાવ્યાંજલિ કાર્યક્રમઃ ગુજરાતી કવિતાનું પઠન

અમદાવાદઃ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સીલન્સ સંસ્થા દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે ઓનલાઈન માધ્યમ દ્વારા ‘કાવ્યાંજલિ’ શિર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાઈનેમિક વીમેન્સ ફાઉન્ડેશન સંસ્થાનાં ચેરપર્સન અને કોવિડ-19 બીમારીને માત કરનાર મયૂરા પટેલે ઘરડાં લોકો પ્રત્યે સ્વભાવમાં આવેલા પરિવર્તન અંગે ગુજરાતી કવિતા રજૂ કરી હતી. એવી જ રીતે, ડો. હર્ષા જાનીએ માતાની ભૂમિકા વિશે કાઠિયાવાડી કવિતા પ્રસ્તુત કરી હતી.

મયૂરા પટેલ

કાર્યક્રમમાં એવી 27 ભાષાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમનું અસ્તિત્વ ખતરામાં છે. કાર્યક્રમમાં રાજદૂતો, નામાંકિત લાઈબ્રેરિયન્સ, ગાયક અને સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો.

ડો. હર્ષા જાની