ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસને દિવસે ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસ ગુજરાતમાં સતત પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 108 જેટલા કેસો નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 1851 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં કુલ 91 જેટલા નવા કેસો સામે આવ્યા છે અને આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1192 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં 68 જેટલા કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી આવ્યા છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં ગઈકાલે સાંજથી લઈને અત્યાર સુધી કુલ નવા 108 કેસ નોંધાયા છે તો ચાર લોકોના મૃત્યુ પણ થયા છે. આ 108 પૈકી કેસોમાં 91 કેસ અમદાવાદ, અરવલ્લીમાં 6, રાજકોટમાં 2, સુરતમાં 2, કચ્છમાં 2, વડોદરા, મહેસાણા અને પંચમહાલમાં એક એક કેસ નોંધાયો છે. તો ચાર મૃત્યુમાં અમદાવાદમાં બે અને સુરતમાં બે મૃત્યુ નોંધાયા છે. તો એક વ્યક્તિ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 67 લોકોના મોત થયા છે.
અમદાવાદ-1192 સુરત-244, વડોદરા-181,
રાજકોટ-38, ભાવનગર-32, આણંદ-28, ગાંધીનગર-17 ભરૂચ-23, પાટણ-15, નર્મદા-12, બનાસકાંઠા-10 પંચમહાલ-11 છોટાઉદેપુર-7 મહેસાણા-6 અરવલ્લી-6, કચ્છ-6, બોટાદ-5, પોરબંદર-3 ગીર-સોમનાથ-2, ખેડા-2, દાહોદ-3, મહીસાગર-3, સાબરકાંઠા-2, જામનગર, મોરબીમાં 1 કેસ નોંધાયો છે. |