જીવનજરુરી વસ્તુઓ વેચતા વેપારીઓ ભયમાં

અમદાવાદઃ શહેરના બહેરામપુરા જમાલપુરની દુધવાળી ચાલી પાસેના વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ લોકો મળી આવતા આખાય વિસ્તારોમાં હાહાકાર મચી ગયો હતો. બહેરામપુરા પાસેના આ વિસ્તારમાંથી એક આખી બસ ભરી લગભગ 60 લોકોને સારવાર અને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સાવચેતી અને સાવધાની સાથે શહેરના આ માનવ વસ્તીથી ભરેલા ગીચ વિસ્તારોના લોકોને કોરોના ભરખી ન જાય એ માટે તાકીદે પગલાં લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સતત વધતા કોરોના કેસોથી જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં, સેવાઓ આપતાં અને દવા બજાર સાથે સંકળાયેલા લોકો હવે ભયભીત થઈ ગયા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]