દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 17,000ને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસપીડિતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 543 લોકોનાં મોત થયાં છે, જ્યારે કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 17,265 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1,553 કેસો સામે આવ્યા છે અને 36 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જોકે રાહતવાળા સમાચાર એ છે કે આ વાઇરસમાંથી 2,547 દર્દીઓ મુક્ત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 316 લોકો સાજા થયા છે. અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે.

લોકડાઉનનો છઠ્ઠો દિવસ

કોરોના સંક્રમણને રોકવા માટે દેશમાં ત્રીજી મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉન પાર્ટ ટૂનો આજે છઠ્ઠો દિવસ છે. સરકાર લોકોની મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે દેશના કેટલાક હિસ્સાઓમાં કેટલીક કામગીરી છૂટ આપી છે, જે વિસ્તારોમાં કોરોનાનો પ્રભાવ નથી એ વિસ્તારોમાં આંશિક રાહત આપવામાં આવી છે.

વિશ્વમા કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં વધારો

વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 24 લાખને પાર થઈ ગઈ છે. જેમાં 16,22,180 લોકોને સક્રિય પોઝિટિવ કેસો નોંધાયા છે. વિશ્વમાં આ રોગના 6,16,890 દર્દીઓ સાજા થયા છે. જોકે આગે અત્યાર સુધી 1,65,243 લોકોનાં મોત થયાં છે.