અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 340 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 9932 પર પહોંચી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, આજે રાજ્યભરમાંથી કુલ 282 ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ થવાનો રેટ 40.62 થયો છે. તો સાથે જ ગુજરતમાં આજે 9૦ વર્ષના વડોદરાના એક મહિલા સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે. જે તબીબોની મોટી સફળતા કહેવાય. આમ, કહી શકાય કે કોવિડ-19ની લડાઈમાં ઉંમર મોટુ ફેક્ટર નથી. ગંગાબેન તેનુ મોટું ઉદાહરણ છે. વ્યક્તિ જો લડવાનુ નિર્ધાર કરે તો અન્ય કોઈ પરિબળ તેમાં વચ્ચે આડે આવતા નથી, ઉંમર પણ નહી.અમદાવાદમાં 261, વડોદરામાં 15, સુરતમાં 32, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11, ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં એક-એક કેસ અને સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં પોઝિટિવ કેસોનો કુલ આંક 9932 થયો છે. જેમાંથી 43 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો 5248 દર્દીઓ સ્ટેબલ છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 4035 થયો છે. અને કુલ 606 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. છેલ્લાં 24 કલાકમાં થયેલ 20 મોતમાંથી 7 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાના કારણે થયા હતા. જ્યારે 13 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. 20 મોતમાંથી 14 મોત અમદાવાદમાં, 3 મોત સુરતમાં, આણંદ અને મહેસાણામાં એક-એક દર્દીનું મોત થયું હતું.