ટ્રાફિક નિયમો સામે કોંગ્રેસની અનોખી ઝૂંબેશ: 24 કલાકમાં 1.50 લાખ મિસ કોલ

અમદાવાદઃ 16 સપ્ટેમ્બરથી રાજ્યભરામાં ટ્રાફિકના નવા નિયમો અમલામાં આવી ગયા છે. નવા નિયમો હેઠળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આકરા દંડને લઈને લોકોમાં ફફડાટ ફેલાય ગયો છે. જોકે, નિયમોને અમલી કર્યા પહેલા જ ગુજરામાં વિરોધનો સુર ઉભો થતાં રાજ્યસરકારને પુન: વિચારણા માટે મજબૂર કરી હતી. ત્યારબાદ રાજ્યસરકારે દંડની રકમમાં સુધારો કર્યો.

હવે ટ્રાફિકના નવા નિયમો મામલે વસુલવામાં આવી રહેલા આકરા દંડનો વિરોધ ગુજરાત કોંગ્રેસે નોંધાવ્યો છે. કોંગ્રેસે ટ્રાફિકના નિયમ ભંગ માટે લેવાયેલ નિર્ણયને તઘલખી ગણાવ્યો છે અને આ મામલે મિસ કોલ ઝૂંબેશ હાથ ધરી છે. આ માટે કોગ્રેસ એક નંબર પણ જાહેર કર્યો છે. ૦૭૯૪૧૦૫૦૭૭૪ નંબર પર મીસ કોલ કરી લોકો વિરોધ નોંધાવી શકે છે. તો કોંગ્રેસ તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર આ ઝૂંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. નંબર લોન્ચ કર્યાને માત્ર 24 કલાકમાં 1,26,350 લોકોએ મિસ કોલ કરીને પોતોના વિરોધ નોંધાવ્યો છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ટ્રાફિક નિયમન થાય, અકસ્માત ઘટે એ માટે કાયદા હોવા આવકાર્ય અને અનિવાર્ય છે. પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા આગોતરા આયોજન વિના નવી જોગવાઈ કરી પ્રજાને લૂંટવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. પ્રજાને PUC, RTOમાં મહિનાઓ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે RTOમાં પૂરતો સ્ટાફ નથી. HSRP માટે વારંવાર મુદત વધારવામાં આવી છતાં લાખો વાહનોમાં HSRP લગાવતા નથી. સરકારે કાયદો થોપી બેસાડવાનો પ્રયાસ કર્યો છે પણ અનેક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. લોકોના વિરોધને વાચા મળે તે માટે કોંગ્રેસ દ્વારા મીસ કોલ ઝૂંબેશ શરૂ કરી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ ચિત્રલેખા.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, સરકાર દંડના નામે લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે. આ ઝૂંબેશ શરુ કર્યાના માત્ર 24 કલાકમાં 1.50 લાખ મિસ કોલ આવ્યા છે, અમે આ નંબરના આધારે ગ્રાઉન્ડ લેવલ પર લોકોની સમસ્યા અંગે માહિતી મેળવીશું અને વાસ્તવીકતાને સામે લાવશું ત્યારબાદ સરકાર સમક્ષ આવેદન સહિતના તમામ જરૂરી પગલાઓ લેવામાં આવશે.

ઉતાવળો અને આયોજન વગર અમલ કરવાના નિર્ણય સામે વિરોધ મીસ કોલ કરનારનું રજીસ્ટ્રેશન થશે. તેમનો સંપર્ક કરવામાં આવશે. અને ક્યાં મુદ્દે વિરોધ કરો છો તે અંગે પણ માહિતી એક્ઠી કરવામાં આવશે. કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કાયદાનો ભંગ થતો હશે તેનો પણ વિરોધ કરવામાં આવશે.

શહેરી વિસ્તારોમાં હેલ્મેટ માંથી મુક્તિ મળવી જોઈએ શહેરમાં એટલી સ્પીડ નથી હોતી શહેરમાં અકસ્માત ઓછા થાય છે સ્થાનિક વિસ્તારમાં હેલ્મેટના નામે ખોટી રીતે હેરેસમેન્ટ થતુ હશે તે યોગ્ય નથી. તે મામલે લોકોમા જાગૃતિ ફેલાવી શું.