બે કેરીની ચોરી કરવી આ ભારતીયને કેવી મોંઘી પડી?

દુબઈ: દુબઈ આંતરાષ્ટ્રીય હવાઈ મથક પર કામ કરતા એક ભારતીય વ્યક્તિને માત્ર બે કેરીની ચોરી કરવી બહુ મોંઘી પડી છે, આ વ્યક્તિને એક મુસાફરના સામાનમાંથી બે કેરી ચોરવા બદલ અદાલતી કાર્યવાહીનો સામનો કરવો પડયો છે. 27 વર્ષીય ભારતીય કર્મચારી પર વર્ષ 2017 માં બે કેરીની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. જોકે, આ વ્યક્તિએ પોતાનો ગુનો સ્વીકાર કર્યો છે. તેમણે 6 દિરહમની કિંમતની કેરની ચોરી કરી હતી.

પરંતુ હવે 2019 માં આ મામલો કેમ સામે આવ્યો છે. તે અંગેના રેકોર્ડ્સ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ હવે આ કેસમાં નિર્ણય 23 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે. આરોપીએ કહ્યું છે કે તેણે તેમને ભારત માટે માલની ખેપમાંથી કેરીની ચોરી કરી હતી. ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ, વ્યક્તિએ કહ્યું કે એ સમયે તે તરસ લાગી હતી અને પાણીની શોધમાં હતો. જ્યારે તેણે ફળોના બોક્સ જોયા તો તેમાં કેરીઓ મળી. અને તેને બે કેરી ખાધી હતી.

પોલીસે આ કેસમાં એપ્રિલ 2018 માં વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ફળ ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં સાબિત થયું છે કે, તેણે ઓગસ્ટ 2017માં આ ફળ ખાધું હતું, પરંતુ આ મામલો હવે કેમ 2019માં પ્રકાશમાં આવ્યો તે વિશે રેકોર્ડ્સમાં કંઈ કહેવામાં આવ્યું નથી.

 

દુબઈ પોલીસના વકીલના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર એક સુરક્ષા કર્મચારી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ્સ ચકાસી રહ્યા હતા ત્યારે તેમને જોયું કે એક કર્મચારી વિમાનમાં ભારત જતા મુસાફરોની બેગ ખોલીને બેઠો હતો. જો તે વ્યક્તિ દોષી સાબિત થાય છે, તો તેણે જેલમાં સજાની સાથે ચોરી કરેલી કેરીની રકમનો દંડ ભરવો પડી શકે છે. આ કેસમાં નિર્ણય 23 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે.