આનંદો! PF પર વ્યાજદરમાં વધારાને મંજૂરી, નવો દર 8.65 ટકા

નવી દિલ્હીઃ EPFO ના 6 કરોડથી વધારે સભ્યો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે તહેવારની સીઝન પહેલા જ પીએફ પર વ્યાજદરમાં વૃદ્ધિને મંજૂરી આપી દીધી છે. નાણાકિય વર્ષ 2018-19 માટે 8.65 ટકા જેટલો વ્યાજદર મળશે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આ મામલે જાણકારી આપી છે.

EPFO માટે નિર્ણય લેનારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ગત નાણાકિય વર્ષ માટે આ વર્ષે ફેબ્રુઆરીમાં 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી હતી. ત્યારબાદ પ્રસ્તાવને મંજૂરી માટે નાણામંત્રાય પાસે મોકલવામાં આવ્યો હતો. સંતોષ ગંગવારે ત્યાં એક કાર્યક્રમ બાદ મીડિયાને કહ્યું કે, ફેસ્ટિવલ સીઝન પહેલા EPFO ના 6 કરોડથી વધારે સદસ્યોને 2018-19 માટે જમા રકમ પર 8.65 ટકા વ્યાજ મળશે.

વર્ષ 2017-18 માં મળેલો વ્યાજદર પાંચ વર્ષમાં સૌથી ઓછો છે. વર્ષ 2016-17 માં વ્યાજદર 8.65 ટકા, 2016-17 માં 8.8 ટકા હતો. વર્ષ 2013-14 અને 2014-15 માં કર્મચારીઓને 8.75 ટકા વ્યાજ મળ્યું. 2012-13 માં 8.5 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.