ગુજરાતઃ પ્રધાનમંડળનું રાજીનામુ સુપરત કરતા મુખ્યપ્રધાન

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુરવારે બપોરે ૪/૩૦ કલાકે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ અને પ્રધાનમંડળના પ્રધાનો સાથે રાજ્યપાલ ઓ. પી. કોહલીની ગાંધીનગરમાં રાજભવન ખાતે રૂબરૂ મુલાકાત લઇને ગુજરાતના વર્તમાન પ્રધાનમંડળનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે પ્રધાનમંડળને રાજ્યપાલના મળેલા સહકાર બદલ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. રાજ્યપાલે તેમને વિધાનસભા ચૂંટણીઓમાં વિજય અંગેની શુભેચ્છાઓ આપી હતી અને અન્ય વ્યવસ્થા થાય ત્યાં સુધી કાર્યભાર સંભાળવા જણાવ્યું હતું.