NewsGujarat જન્મદિવસની ઉજવણી: વડોદરામાં મોદીના ચિત્રવાળી ભવ્ય રંગોળી, કેકની મિજબાની September 21, 2021 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસ નિમિત્તે તેમના ચિત્રની આકર્ષક આબેહુબ ૭૧-ફુટની ભવ્ય રંગોળી તથા ૧૮૨-ફુટ લાંબી ૯૭૧-કિલોની કેક કટિંગ સેરેમનીનું વડોદરામાં સેન્ટર સ્ક્વેર મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું. (મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલી બધી સરકારી યોજનાઓની માહિતી આ કેક પર દર્શાવવામાં આવી હતી). કેક કટિંગ સેરેમનીનું આયોજન વડોદરાના દિવ્યાંગ બાળકો દ્વારા ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી પ્રદીપસિંહ વાધેલા પણ ઉપસ્થિત હતા. ૯૭૧ કિલોની કેકનું ગરીબ વિસ્તારના બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2021/09/WhatsApp-Video-2021-09-21-at-17.55.17-1.mp4 https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2021/09/WhatsApp-Video-2021-09-21-at-17.55.17.mp4 https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2021/09/WhatsApp-Video-2021-09-21-at-17.55.16.mp4