નરેન્દ્ર ગિરિ કેસઃ ધરપકડ કરવામાં આવેલા આનંદ ગિરિ કોણ?

પ્રયાગરાજઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું 20 સપ્ટેમ્બરે સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું છે. તેમનું શબ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત વાઘાંબરી મઠના રૂમમાં ફાંસીના ફંદામાં લટકતું મળ્યું હતું. તેમના મૃતદેહ પાસે સુસાઇડ નોટ મળી હતી, જેમાં શિષ્ય આનંદ ગિરિ સહિત આદ્યા તિવારી અને સંદીપ તિવારીનો ઉલ્લેખ થયો હતો. પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિની ધરપકડ કરી લીધી છે. આનંદ ગિરિ પર આત્મહત્યા માટે પ્રેરવાનો મામલો નોંધવામાં આવ્યો છે, પણ હવે એક વધુ મહંતે એના આનંદ ગિરિ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

નરેન્દ્ર ગિરિએ સુસાઇડ નોટમાં આનંદ સહિત બે અન્ય શિષ્યો પર આરોપ લગાવ્યો છે. થોડા સમય પહેલાં મહંત નરેન્દ્ર ગિરિ અને આનંદ ગિરિની વચ્ચે વિવાદ થયો હતો. આનંદ ગિરિએ ગુરુ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા અને નિરંજની અખાડાના બે યુવા સાધુઓનાં મોતને હત્યા જણાવી હતી. ધ્યાન ખેંચવાવાળી વાત એ છે કે નરેન્દ્ર ગિરિના મોતને સૌથી પહેલાં આનંદ ગિરિએ હત્યા ગણાવી હતી. 

મૂળ ઉત્તરાખંડના રહેવાસી આનંદ ગિરિ નિરંજનીના સભ્ય હતા. એ જ વર્ષે તેમના પર સંત પરંપરાને ઠીક તરીકે નહીં નિભાવવા અને પરિવાર સાથે સંબંધ બનાવીને આરોપ હતો. આ આરોપ પછી તેમને અખાડામાં બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરિ અને આનંદ ગિરિની વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એ વિવાદ બાઘાંબરી પીઠની ગાદી હતી.

ઉત્તર પ્રદેશના નોએડામાં બ્રહ્મચારી કુટિના સ્વામી ઓમ ભારતીએ આનંદ ગિરિ માટે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આનદ ગિરિ એક હિસ્ટ્રિશીટર છે.