શિક્ષણપ્રધાનઃ સુપ્રીમના વચગાળાના આદેશ પ્રમાણે FRC સમક્ષ ફી દરખાસ્ત ફરજિયાત

ગાંધીનગર– શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા એક મહત્ત્વની સૂચના આપવામાં આવી હતી. રાજ્યની સ્વનિર્ભ૨ શાળાઓમાં ફી નિયમન અંગે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો વચગાળાનો આદેશ કરીને જે શાળાઓએ એફ.આ૨.સી. સમક્ષ દ૨ખાસ્ત કરી નથી તેવી શાળાઓને સત્વરે એફઆ૨સી સમક્ષ દ૨ખાસ્ત ક૨વાની સ્પષ્ટ સૂચના આપી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે સુપ્રીમ કોર્ટના વચગાળાના આ આદેશની વિગતો આ૫તાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯માં જે શાળાઓએ એફઆ૨સી સમક્ષ દ૨ખાસ્ત કરી નથી તેવી 1800થી વધુ શાળાઓએ સત્વરે એફઆ૨સી સમક્ષ દ૨ખાસ્ત ક૨વાની ૨હેશે. જે શાળાઓ એફઆ૨સી સમક્ષ પોતાની શાળાની ફી અંગે  નિયમાનુસા૨ દ૨ખાસ્ત નહીં કરે તે તમામ શાળાઓ સામે રાજય સ૨કા૨ સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશ મુજબ કાયદામાં સુસંગત કાનૂની કાર્યવાહી કરી શકશે.

શૈક્ષણિક ફી સિવાયની કઈ કઈ બાબતો વૈકલ્પિક ફી તરીકે ગણવી તે અંગે રાજય સ૨કા૨ એક અઠવાડિયામાં પીટીશન૨ સ્કૂલના સંચાલકોને જાણ ક૨શે. ચૂડાસમાએ જણાવ્યું હતું કે જે તે શાળાઓમાં શિક્ષણ ફી ઉ૫રાંત વધારાની કોઈ૫ણ બાબતો માટે લેવાતી શિક્ષણ ફી ઉ૫રાંત વધારાની ફી વસૂલવા શાળા સંચાલકો વાલીઓને ફ૨જ પાડી નહીં શકે. શૈક્ષણિક ફી સિવાયની કઈ કઈ બાબતોને વૈકલ્પિક ફી તરીકે ગણવી તે અંગે રાજય સ૨કા૨ વિસ્તૃત અભ્યાસ કરી એક અઠવાડિયામાં પીટીશન૨ સ્કૂલના સંચાલકોને જાણ ક૨શે તેમ ચૂડાસમાએ જણાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]