અમદાવાદઃ માઇકાની ગવર્નિંગ કાઉન્સિલે ડો. શૈલેન્દ્ર રાજ મહેતાની પહેલી જૂન, 2020થી બીજી મુદત માટે પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, 31 મે,2020એ પહેલી મુદત દરમ્યાન ડો. મહેતાએ ડો. મહેતાએ માત્ર સંસ્થાના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રને વિસ્તૃત કરવાનો પ્રયાસ જ કર્યો નહોતો પણ વૈશ્વિક સ્તરે વિવિધ મેનેજમેન્ટ શાળાઓ સાથે ભાગીદારી કરીને પણ વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ આધારિત અને સિમ્યુલેશન-આધારિત શિક્ષણની રજૂઆત કરીને શૈક્ષણિક ક્ષેત્રે પરિવર્તનનો દાખલો બેસાડ્યો હતો.માઇકાની ગવર્નિંગ કાઉન્સિલના ચેર પર્સન ડો.ત્રિદિપ સુહરદે તેમની નિમણૂકની પુષ્ટિની જાહેરાત કરતાં કહ્યું હતું કે ડો. શૈલેન્દ્ર રાજ મહેતાએ પહેલી મે, 2020એ માઇકાના પ્રમુખ અને ડિરેક્ટર તરીકેની પહેલી મુદત પૂરી છે. મને એમ કહેતાં વિશેષ આનંદ થાય છે કે તેમની માઇકાની ગવર્નિંગ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને ડિરેક્ટર તરીકે વધુ ત્રણ વર્ષ માટે પહેલી જૂન, 2020થી પુનઃનિમણૂક કરવામાં આવી છે અને હું માઇકાની ગવર્નિગ કાઉન્સિલ વતી તેમને શુભેચ્છાઓ પાઠવું છું.
અશક્ય લક્ષ્યો પૂરાં કર્યાં
તેમની ફરી નિમણૂક વિશે વાત કરતાં ડો. મહેતાએ કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષોમાં માઇકામાં ક્યારેય નીરસ દિવસ નથી રહ્યો નથી અને બધા સ્ટેકહોલ્ડરો સાથે મળીને સંસ્થાના અશક્ય લક્ષ્યોને પૂરાં કર્યાં છે. દરેક નવો દિવસ નવી સંભાવનાઓ, નવા સહયોગ અને નવી પહેલ અને નવી ઉજવણી લાવે છે. હું આનાથી વધુ સારી અપક્ષા રાખતો નથી, એમ તેમણે ઉમેર્યું હતું.
માઇકા એ આઇડિયાઝની સ્કૂલ
માઇકા એ આઇડિયાઝ (નવા વિચારો)ની સ્કૂલ છે. અમારું ધ્યાન આ આઇડિયાઝ નવી પેઢી સુધી પહોંચાડવાનું, પ્રકાશન અને પ્રસાર કરવાનું છે. અમારી ફેકલ્ટીએ તેમનાં ક્ષેત્રોમાં ટોચના વ્યાવસાયિક એવોર્ડ જીત્યા છે. તેઓ વિશ્વના અગ્રણી વિદ્વાનો સાથે કામ કરી રહ્યા છે અને તેમનાં લખાણો ટોચનાં જર્નલમાં પ્રકાશિત થાય છે અને વિશ્વવ્યાપી ઉપયોગમાં લેવામાં આવશે, એનો મને વિશ્વાસ છે.
ભાવિ યોજનાઓ
ડો. મહેતાએ માઇકાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતાં કહ્યું હતું કે સંસ્થા હંમેશાં તેની શીખવાડવાની શ્રેષ્ઠ પદ્ધતિ માટે જાણીતી છે. સંસ્થા નવા લર્નિગના પ્રયોગો અને અધ્યાપન દ્વારા આગળ વધારવામાં આવશે.
ઇન્નોવેશન સેન્ટર
ગયા વર્ષે અમે માઇકા ઇમ્પેક્ટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જ્યાં અમારા સ્ટુડન્ટ્સે કંપનીઓ સાથે NGOs અને સરકાર સાથે મળીને જમીન પર દેખાય એવું અને માપી શકાય એવી અસર બનાવવા માટેનુ કામ શરૂ કર્યું છે. આ વર્ષે અમે માઇકા એન્ટપ્રુનરશિપ ઇનોવેશન સેન્ટર લોન્ચ કરી રહ્યા છીએ, જેનાથી બધા વિદ્યાર્થીઓ તેમના સ્ટાર્ટઅપ્સ શરૂ કરી શકશે, એમ તેમણે કહ્યું હતું.
ડો. મહેતા વિશે થોડુંક
ડો. મહેતાઃ એક અર્થશાસ્ત્રી અને એકેડેમિશિયન, ડો. મહેતાએ દિલ્હી યુનિવર્સિટી (સેન્ટ સ્ટીફન કોલેજ અને દિલ્હી સ્કૂલ ઓખ ઇકોનોમિક્સ)માંતી બેચલર અને માસ્ટરની ડિગ્રી લીધી છે અને તેમણે ઓક્સફોર્ડની બાલિઓલ કોલેજમાંથી એમ ફિલ.ની ડિગ્રી મેળવી છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ. ડી કર્યું છે. તેઓ દેશની પ્રીમિયર મેનેજમેન્ટ સ્કૂલ ઓફ સ્ટ્રેટેડિક માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ- અમદાવાદના પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર બન્યા છે.