રાજ્યમાં કોરોનાના નવા 415 કેસઃ 1114 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના પોઝિટિવ કોસોનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝિટિવનાં વધુ 415 કેસ નોંધાયા છે. અગાઉ 380ની આસપાસ રહેતો કોરોનાનો આંક વધીને હવે 410ની આસપાસ આવી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં 29 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 1114 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે 800 ઉપર દર્દીઓ સ્વસ્થ થયા હતા.

રાજ્યમાં કોરોનાં દર્દીઓનો કુલ આંક 17,632 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1092 અને ડિસ્ચાર્જનો કુલ આંક 11894 થયો છે. રાજ્યમાં હવે માત્ર 4646 એક્ટિવ કેસ છે. જેમાંથી 62 દર્દીઓની હાલત ગંભીર છે અને 4584 દર્દીઓની હાલત સ્થિર છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 415 કેસોમાંથી અમદાવાદમાં 279, સુરત 58, વડોદરા 32, ગાંધીનગર 15, મહેસાણા 5, ભાવનગર-ભરૂચ-દાહોદ 4-4, ખેડા 3, પંચમહાલ-કચ્છ-સુરેન્દ્રનગર 2-2, બનાસકાંઠા-પાટણ-નર્મદા-વલસાડ-નવસારીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.