ગાંધી જીવનને સ્પર્શતા સ્થળોનું ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ કરાશે

ગાંધીનગર- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિની ર ઓકટોબરથી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણી કરી ગાંધીમૂલ્યોને ચિરંજીવ બનાવશે. સીએમ રુપાણીએ ગાંધીનગરમાં ગાંધી ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણીની રાજ્ય કક્ષાની સમિતિની પ્રથમ બેઠકમાં આમ જણાવ્યું હતું.

  • ગાંધી જીવનને સ્પર્શતા સ્થળોનું ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ કરાશે
  • ગાંધી ૧પ૦મી જન્મજ્યંતી ઉજવણીમાં વ્યાપક જનભાગીદારી-પીપલ્સ ઇન્વોલ્વમેન્ટ પ્રેરિત કરવાની નેમ
  • વર્તમાન સ્થિતીમાં ગાંધી વિચારોનું સાતત્યપૂર્ણ જોડાણ-રિલેવન્સના પરિપ્રેક્ષ્યમાં ઉજવણી કાર્યક્રમો થશે
  • ર ઓકટોબર-ર૦૧૮ ગાંધી જ્યંતિથી ઉજવણીનો પ્રારંભ થશે

આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત અન્ય પ્રધાનો તેમ જ ગાંધી જીવનવિચાર મૂલ્યો સાથે કાર્યરત સેવાસંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયાં હતાં.

બેઠકમાં થઇ ચર્ચા

ગાંધીજીના જન્મથી લઇને તેમના રાષ્ટ્રપિતા સુધીના જે સ્થળો ગુજરાતમાં તેમના જીવન-કવન સાથે જોડાયેલા છે તેનું ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ કરી તેની મૂલાકાતે વધુ લોકો આવે તેવું આયોજન આ ઉજવણી દરમ્યાન કરવાની નેમ છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેય ગાંધી ૧પ૦મી જન્મજયંતિ ઉજવણીની ભવ્ય ઉજવણી માટે સંકલ્પબધ્ધ છે ત્યારે ગાંધીના ગુજરાતમાં આપણે મુખ્યત્વે ત્રણ બાબતોના કાર્યઆયોજનથી આ ઉજવણી કરાશે.

આ ઉજવણીમાં જનભાગીદારી વિશાળ પાયે પ્રેરિત થાય તેવું પીપલ્સ ઇન્વોલ્વમેન્ટ કાર્યક્રમોમાં થાય તે આવશ્યક છે.વર્તમાન સ્થિતિમાં ગાંધીજીના વિચારોનું સાતત્યપૂર્ણ રિલેવન્સ સાધી શકાય તે પ્રકારના કાર્યક્રમોથી યુવા પેઢીને ગાંધી શાશ્વત મૂલ્યો તરફ વાળવાના વાતાવરણ નિર્માણનો અનુરોધ સીએમે કર્યો હતો. રાજ્ય સ્તરીય બેઠકમાં આવતા સૂચનો-સૂઝાવો પર પરામર્શ-વિચાર કરીને ઉજવણીને આખરી ઓપ અપાશે.

સીએમે ગાંધી વિચારમૂલ્યો સાથે જોડાયેલી સેવા સંસ્થાઓ પણ ૧પ૦મી ગાંધીજ્યંતિ ઉજવણીમાં યોગદાન આપે અને નવીન વિચારો સાથે આગળ આવે તો રાજ્ય સરકાર યોગ્ય પ્રોત્સાહન-મદદ આપશે તેમ ઉમેર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]