48,000 કર્મચારીઓનું 19 માસનું એરિયર્સ છૂટ્યું, જુલાઇમાં પહેલો હપ્તો

 ગાંધીનગર–  ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યાં છે. ગુજરાતની વીજ કંપનીઓના 48,000 અધિકારી-કર્મચારીઓને સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી  કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને ૧/૮/૨૦૧૭થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવાય છે, પરંતુ તા.૧/૧/૨૦૧૬થી તા.૩૧/૭/૨૦૧૭ એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. જેનો લાભ ૪૮,૦૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓને મળશે જેના કારણે વિવિધ વીજ કંપનીઓને રૂ.૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે.

રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરીયર્સની ચૂકવણી કરાઈ હતી તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. તદ્અનુસાર પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮ બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજો હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરીયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]