મરાઠા સમાજે કરાવ્યું મુંબઈ બંધ…

0
1065
સરકારી નોકરીઓમાં અને શિક્ષણસંસ્થાઓમાં મરાઠા સમાજ માટે 16 ટકા બેઠકો અનામત રાખવાની માગણી માટે મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવા માટે મરાઠા ક્રાંતિ મોરચા સંગઠને 25 જુલાઈ, બુધવારે મુંબઈ ઉપરાંત પડોશના નવી મુંબઈ, પાલઘર, થાણેમાં પણ બંધ પળાવ્યો હતો. ચારેય શહેરો તથા એમના ઉપનગરોમાં બંધને ઘણેઅંશે સારો પ્રતિસાદ મળ્યો હતો. દુકાનો બંધ રાખવામાં આવી હતી. જોકે જાહેર પરિવહન અને લોકલ ટ્રેન, મેટ્રો ટ્રેન સેવા ચાલુ રાખવામાં આવી હતી. શાળા-કોલેજો, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ સપ્લાય જેવી આવશ્યક સેવાઓને પણ ચાલુ રાખવામાં આવી હતી. કેટલેક ઠેકાણે દેખાવકારોએ હિંસાખોરી કરી હતી અને બેસ્ટની બસો પર પથ્થરમારો કર્યો હતો. થાણે અને જોગેશ્વરીમાં લોકલ ટ્રેન અટકાવી હતી. કાર્યકર્તાઓએ રસ્તાઓ પર બેસી જઈને ટ્રાફિક રોક્યો હતો. છેવટે બપોરે 2.45 વાગ્યે બંધને પાછો ખેંચી લીધાની મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિરેન્દ્ર પવારે જાહેરાત કરી હતી.
ઘાટકોપર
ઘાટકોપર
બોરીવલીમાં દુકાનો બંધ
બોરીવલીમાં દુકાનો બંધ
મુંબઈમાં પોલીસનો કડક બંદોબસ્ત

કલ્યાણમાં સિટી બસની તોડફોડ
કલ્યાણમાં રસ્તા રોકો
નવી મુંબઈમાં બેસ્ટની બસ પર પથ્થરમારો
નવી મુંબઈમાં બેસ્ટની બસ પર પથ્થરમારો
જોગેશ્વરીમાં રેલ-રોકો
અંધેરી
જોગેશ્વરી
જોગેશ્વરી
દક્ષિણ મુંબઈ
ઘણસોલી (નવી મુંબઈ)
નવી મુંબઈમાં સાયન-પનવેલ હાઈવે પર રસ્તા રોકો
વાકોલા, સાંતાક્રુઝ, મુંબઈ
બેસ્ટની બસ પર દેખાવકારોનો હુમલો
સાતારા જિલ્લાના ખંડાળામાં દુકાનો બંધ