અમૂલ બહાર પાડશે 200 ML ઊંટડીના દૂધના પાઉચ, એક પાઉચનો ભાવ…

વડોદરાઃ જાણીતી દૂધઉત્પાદક કંપની અમૂલ હવે ઊંટના દૂધનું પણ 200 એમ.એલ.નું પેકેટ બજારમાં મૂકવા જઈ રહ્યું છે. આવનારા સપ્તાહમાં આ પાઉચ બજારમાં જોવા મળી શકે છે. કંપનીના અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે આ પેકેટની કિંમત 25 રૂપિયા રહેશે.

આ પેકેટનું નિર્માણ કંપનીના ગાંધીનગર ફેસિલિટીમાંથી થશે. અગાઉ ગત જાન્યુઆરીમાં કંપનીએ 50 રૂપિયાની કિંમતમાં 500 એમ.એલ. ઊંટના દૂધનું પેકેટ બજારમાં મૂકી આપ્યું હતું.

ઊંટનું દૂધ ડાયાબિટીસના રોગીઓ માટે ઘણું ફાયદાકારણ હોય છે. ઊંટના એક લીટર દૂધમાં 52 યુનિટ ઈન્સ્યુલિન મળે છે જે સંખ્યા બીજાં બધાં પશુઓ કરતાં અનેકગણી વધારે છે.

આ ઉપરાંત ઊંટના દૂધથી રોગપ્રતિકારત્મક શક્તિ વધે છે ને બાળકોમાં કુપોષણની શક્યતા ઘટે છે. ઊંટના દૂધમાં વિટામીન અને ખનીજ મોટી પ્રમાણમાં મળી આવે છે. આ દૂધમાંથી મળતા એન્ટીબોડી શરીરને સંક્રામક રોગોથી બચાવે છે. અને ગ્રેસ્ટ્રિક કેન્સરની ઘાતક કોશિકાઓને રોકવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત શરીરાં કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]