ભૂજ: વંદે માતરમ્ રાષ્ટ્રગીતને આજે 150 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું.
माँ भारती को नमन! 🇮🇳
माँ भारती की उपासना को समर्पित हमारे राष्ट्रगीत ‘वंदे मातरम्’ के गौरवशाली 150 वर्ष पूर्ण होने के पावन अवसर पर, आज बी.एस.एफ़ की 176वीं बटालियन के वीर जवानों के साथ सहभागी होकर ‘वंदे मातरम्’ के पूर्ण संस्करण का सामूहिक गान किया।
माननीय प्रधानमंत्री श्री… pic.twitter.com/gEgDx9ZRij
— Harsh Sanghavi (@sanghaviharsh) November 7, 2025
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ રાષ્ટ્રગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્રગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના 150 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે. સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ BSF જવાનો સાથે તેમની વચ્ચે જઈને સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી.


