આ ફિલ્મની સાથે ઇરફાનના પુત્ર બાબિલનું બોલીવૂડમાં ‘ડેબ્યુ’

મુંબઈઃ દિવંગત એક્ટર ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન ટૂંક સમયમાં બોલીવૂડમાં ‘ડેબ્યુ’ કરશે. તેણે સુપનેચરલ ફિલ્મ સાઇન કરી હતી અને એના શૂટિંગનું પહેલું શેડ્યુઅલ પૂરું કરી લીધું છે. ફિલ્મનું નામ ‘કાલા’ છે અને એમાં બાબિલ ખાનની સાથે સ્વાસ્તિસ્કા મુખરજી, તૃપ્તિ ડિમરી જેવા કલાકાર નજરે ચઢશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ એક્ટ્રેસ અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સની સાથે મળીને ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન પણ અનવિતા દત્ત કરી રહી છે, જેણે આ પહેલાં વર્ષ 2020માં આવેલી ફિલ્મ ‘બુલબુલ’નું ડિરેક્શન કર્યું હતું.

બાબિલ ખાને એક વિડિયો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. બાબિલે ફિલ્મની કુછ ક્લીપિંગ્સનો એક વિડિયો શેર કરતાં લખ્યો હતો કે તૃપ્તિ ડિમરી ફરીથી આવી ગઈ છે અને થોડો મારો પણ હિસ્સો છે. હું લોન્ચ કરવામાં આવ્યો- એ વાતને સાંભળીને અવઢવમાં પડ્યો હતો, કેમ કે ઓડિયન્સ અમારી ફિલ્મ જોઈને સીટ પરથી ઉછળવી જોઈએ- ન કે કોઈ પણ એક એક્ટરને જોઈને. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ રહ્યો છે. આમાં બાબિલનું નામ બાબિલ આઇ ખાન છે.

ગયા વર્ષે 29 એપ્રિલે દિગ્ગજ એક્ટર ઇરફાન ખાનનું કેન્સરને લીધે નિધન થયું હતું. જે ન્યૂઝ સાંભળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]