‘ગુડબાય’માં અમિતાભનો પુત્ર બનશે ‘થપ્પડ’ એક્ટર પાવૈલ ગુલાટી

મુંબઈઃ ‘થપ્પડ’ ફિલ્મમાં તાપસી પન્નૂનાં પતિનો રોલ કરનાર પાવૈલ ગુલાટીને ‘ગુડબાય’ ફિલ્મ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. વિકાસ બહલ દિગ્દર્શિત અને બાલાજી ટેલીફિલ્મ્સ તથા રિલાયન્સ એન્ટરટેનમેન્ટ નિર્મિત ‘ગુડબાય’ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચનના પુત્રનો રોલ કરશે. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.

પાવૈલ અગાઉ ‘યુદ્ધ’ ટીવી સિરિઝમાં અમિતાભ સાથે કામ કરી ચૂક્યો છે. ‘ગુડબાય’માં અમિતાભ સાથે કામ કરવાનો મોકો મળતાં પાવૈલ ખુશ થઈ ગયો છે.