મુંબઈઃ મહેશ ભટ્ટનાં પત્ની અને એક્ટ્રેસ સોની રાઝદાન દેશમાં હાલ ચાલી રહેલા કોરોનાના રસીકરણ ઝુંબેશ પર પોતાના વિચારો બિનધાસ્ત રજૂ કરવા જાણીતી છે અને સોશિયલ મિડિયા પર તે મંતવ્યો રજૂ કરવાથી પાછળ નથી હટતી. હાલમાં એક્ટ્રેસ સોની રાઝદાને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે 16થી 40 વયના લોકોને પહેલાં કોવિડ-19ની રસી લગાડાવવી જોઈએ, કેમ કે તેઓ કામ માટે અને અન્ય હેતુઓ માટે ઘરની બહાર વધુ જાય છે. તેણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટેગ કરતાં ટ્વીટ કર્યું હતું કે જ્યારે 16થી 40ની વયજૂથના છે, જેઓ ઓફ્રિસ, બાર્સ અને નાઇટક્લબો વગેરેમાં કામ કરે છે (છેલ્લા બે માસ્ક વગર), બસ મને એ જ સમજાતું નથી કે તેમને પહેલાં રસી કેમ નથી આપવામાં આવતી? @uddhavthackeray @AUThackeray.
When it’s really the 16 to 40 age group that’s ‘socialising’ going out to work, bars, nightclubs etc (the last 2 without masks mostly) just can’t understand why they aren’t getting the vaccine first 🙈 @uddhavthackeray @AUThackeray
— Soni Razdan (@Soni_Razdan) March 24, 2021
તેનું ટ્વીટ એવા સમયે આવ્યું છે, જ્યારે દેશમાં વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં પ્રાથમિકતા આવી રહી છે. વળી, આવું કંઈ પહેલી વાર નથી થયું સોની રાઝદાને ટ્વીટ કર્યું હોય, આ સપ્તાહના પ્રારંભે સોનીએ કહ્યું હતું કે એક્ટરોને પણ રસી અપાવામાં પ્રાથમિકતા અપાવી જોઈએ, કેમ કે તેઓ સેટ પર વાઇરસના સંપર્કમાં આવી શકે છે.
Stay safe everyone. We have to manage this somehow 🙌🙋🏻♀️♥️ https://t.co/et8rPuloz1
— Soni Razdan (@Soni_Razdan) March 24, 2021
આટલા બધા એક્ટર કોરોના સંક્રમિત થયા છે અને કામ કરતી વખતે તેમને પણ સંક્રમિત થવાનું જોખમ હોય છે, કેમ કે અમે વાસ્તવમાં માસ્ક નતી પહેરી શકતા, પણ કોઈને એવું લાગ્યું નથી કે અમારે પણ અન્ય કરતાં રસી લેવી આવશ્યક છે.