ધર્મેન્દ્ર કોરોના-રસી લઈને સુરક્ષિત; 3-ઘરનોકરનો રિપોર્ટ પોઝિટીવ

મુંબઈઃ હિન્દી ફિલ્મજગતમાં અનેક કલાકારો કોરોનાવાઈરસ મહાબીમારીનો શિકાર બન્યાં છે ત્યારે પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ આ રોગચાળાથી બચવા માટે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. એમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે, પરંતુ એમના ત્રણ ઘરનોકરનો કોરોના પોઝિટીવ હોવાનું એમના ટેસ્ટ રિપોર્ટમાં માલૂમ પડ્યું છે.

ત્રણેય નોકરને ક્વોરન્ટીન કર્યા બાદ ધર્મેન્દ્ર એમની પૂરી કાળજી લઈ રહ્યા છે. 85-વર્ષના ધર્મેન્દ્રએ સોશિયલ મિડિયા પર લોકોને રોગચાળા સામે તમામ પ્રકારની સાવચેતી લેવાની અપીલ કરી છે. પોતે કોવિડ-19 રસી લઈ રહ્યા હોવાનો એક વિડિયો એમણે ગયા અઠવાડિયે જ સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. કેપ્શનમાં એમણે લખ્યું હતું, ‘ટ્વીટ કરતે કરતે જોશ આ ગયા… ઔર મૈં નિકલ ગયા… વેક્સિન લેને.. આ જરાય દેખાડો નથી.. પરંતુ તમને સહુને પ્રેરણા આપવા માટે કહું છું. મિત્રો, મહેરબાની કરીને કાળજી લેજો.’